East Area Daal Roti November 2019 (Gujarati)

East Area Daal Roti November 2019

ઈસ્ટ એરીયામાં દાળ રોટી નો કાર્યક્રમ ૩૦ મી નવેમ્બર, ૨૦૧૯

૩૦મી તારિકના ખુબજ હવામાન ખરાબ હતા. ખુબજ જોરમાં પવન ગાજતો હતો, અને વરસાદ વરસતો હતો. આવા વાતાવરણમાં એમ લાગ્યું કે મેમ્બેરો ની ઓછી સંખ્યામાં હાજરી મળશે. બીજું આ પરાના ઘણા મેમ્બેરોના સબંધી ની સ્મશાનયાત્રા હતી અને એક સાદડી હોવાથી મેમ્બેરોની હાજરી નહિ મળે.
શનિવારના ૩૦મી નોવેમ્બરના સાંજના સાત વાગ્યે સેન્ટ જ્હોન્સ ચર્ચ હોલ નો દ્વાર ખોલવામાં આવ્યો અને મેમ્બેરો ની હાજરી પુરાવા મંડી. ખુબજ આનંદ થયો, અને પ્રાર્થના શરૂ કરી, ત્યારબાદ બે મિનિટ માટે શાંતિ રાખી કે જે બીમાર હોઈ તેમને શક્તિ મળે અને સ્વાગતના આત્મા ને શાંતિ મળે.

આજ નો મેનુ હતો દાળ અને રોટી. લતાબેન ખુબજ સ્વાદિષ્ટ દાળ બનાવે છે અને આજે તે મનો ખુબજ આભાર કે
તેમણે ઘરે દાળ બનાવીને હોલ માં પહોંચાડવાની સગવડ કરી રાખેલો. લતાબેન નો જેટલો આભાર માનીયે તે ઓછો છે.
હોલ માં રોટલી બનાવા માટે મદદ ની જરૂર હતી અને તુરત ૮ થી ૧૦ મામબેરો રસોડામાં કામે લાગી ગયા. આ જોઈને ખુબજ આનંદ થયો કે ઈસ્ટ એરિયા માં જ્યાં કામ હોઈ ત્યારે તુરત મેમ્બેરો હાજર રહે છે.

પછી બધાને જમવા માટે બોલાવી ને ગરમ ગરમ દાળ અને રોટી પીરસવામાં આવી. સાથે ગોળ, સલાડ અને છાસ સાથે મેમ્બેરોને ખુબજ આનંદ આવેલ. સ્વાદિષ્ટ દાળ સાથે રોટલી ખાવામાં જે મજા આવે તેનો વર્ણ કરવો ખુબજ મુશ્કેલ છે. બાકીના જે રસોડામાં મદદ કરતા તેવો પણ જમવામાં જોડાઈ ગયા.

બધાએ જમી લીધા પછી ટેબલ સાફ કર્યા અને બીજા રસોડામાં થામ વાસણ ધોવા ગયા. ઈસ્ટ એરિયા-માં અમે પ્લાસ્ટિક નો વપરાશ બંધ કરી દી ધો છે. મોટા જમણ માં પ્લાસ્ટિક ની પ્લેટો વાપરવી પડે છે પણ નાના કાર્ય માં પ્લાસ્ટિક નો વપરાશ બંધ કરી દીધો છે.

પછી મેમ્બેરો કરાતાની રમત રમ્યા. ચોકડી અને ભુખારની રમત રમવામાં ખુબજ આનંદ આવે છે અને સમય ક્યાં પસાર થઈ જાઈ છે. આ સમય કોઈ ને ઘરે જવાનું મન નથી હોતું, પણ સમય થાઈ એટલે હોલ પાછો દેવો પડે છે. આમ મહિને આવતો કાર્યક્રમ માં બધાને ખુબજ આનંદ આવે છે.

રિપોર્ટ દેનાર બાબુભાઇ દેવજી શાહ

More photos from the event can be viewed by clicking here.