East December Dal Roti (In Gujarati)

દાળ રોટી સાથે રમત ગમત

શનિવાર તારિક ૨૪ નવેમ્બર ના દિવસે  ઈસ્ટ એરિયા સમિતિ એ એક દાળ રોટી નો પ્રોગ્રામ ગોઠ વેલ અને મોટી સંખ્યા માં મેમ્બેરોની હાજરી મળેલ. તંદુરસ્ત અને સ્વાદિષ્ટ દાળ શ્રી સેક્રેટરી લતાબેન ને બનાવેલ અને રોટલી હોલ માં  કરવામાં બધાની સહાયતા હતી.

ગરમ ગરમ રોટલી  આવતી હતી અને બધાને દાળ સાથે ખાવાની  ખુબજ મજા  આવી. સાથે સલાડ અને ગોળ રાખવામાં આવેલ.

દરેક હેલ્પર નો ખુબજ આભાર અને ખાસ નરોત્તમભાઇ આવીને હોલ માં બધી જવાબદારી ઉપાડી  લઇ અને બધું વ્યવસ્થિત  છે તેની ખુબજ કાળજી રાખે છે.

બધાયે જમ્યા પછી ચાઇ અને બિસ્કિટ  આપવામાં આવેલ,  ઠંડી માં મસાલા ચાઇ પીવાની ખુબજ  મજા આવી. પછી બધા રમત ગમત માં જોડાયા અને જે પણ રમત રમવી હોઈ તે જણાવ્યું.

બધા પ્લેયિંગ કાર્ડ લીધા અને તેમાં  રમી, ચોકડી, અને  ભુંખાર રમવા માટે જોડાયા. બધા રમત માં મશગૂલ પામ્યા અને તિયાં તો ઘરે જવાનો સમય થઇ ગયો. સમય બળવાન છે અને આજે ધાર્યું આજે જ કરી લિયો, કારણ કે કાલ કોયે નથી જોઈ.

દરેકના ચહેરા પર સ્મિત જોવા નું ખુબજ આનંદ દાયક હતું

બધાને ખુબજ મજા આવી અને કોઈ ને પણ ઈસ્ટ એરિયા ના પ્રોગ્રામ માં આવવાનો વિચાર હોઈ તો સમિતિ ના મામબેરોને જણાવશો.

રિપોર્ટ દેનાર બાબુલાલ  દેવજી શાહ


See more pictures, click here.

Back to East Area page.